(Elizabethની ઓરિજિનલ પોસ્ટ oprah.comના મેગેઝીનમાં અંગ્રેજી માં પ્રકાશિત થયેલ જેનો મે કરેલ ગુજરાતી અનુવાદ)
સ્નેહપૂર્ણ કૃત્ય જેણે ખરાબ દિવસોને પ્રકાશમય બનાવવામાં એલિઝાબેથ ગિલ્બર્ટને મદદ કરી.
જ્યારે જગત અંધકાર અને એકાંતમાં ઘેરાય, તો હિંમત ના હારશો, કોઇપણ વ્યક્તિ એના અંધકારમય જીવનમાં રોશની લાવી શકે છે..
કેટલાક વર્ષો પહેલાં, હું ભીડભાડવાળા સમય દરમિયાન ન્યુયોર્ક સીટીમાં ક્રોસટાઉન બસમાં અટવાઇ ગયી હતી. ટ્રાફિક મુશ્કેલીથી પસાર થઇ રહ્યો હતો. બસ ઠંડીથી, થાકેલા લોકો જે એકબીજાઓ સાથે ખૂબ ચિડાયોલા હતા એનાથી, વરસાદી, કાદવકીચડવાળા વાતાવરણથી ભરાયેલી હતી. બે માણસો ઇરાદાપૂર્વક કે સહજતાથી લાગેલા ધક્કા માટે એકબીજા પર મોટેથી બૂમાબૂમ કરી રહ્યા હતાં. એક ગર્ભવતી સ્ત્રી બસ પર ચઢી અને કોઇએ પણ એને બેઠક આપવાનો વિનય ના કર્યો.વાતાવરણ પ્રકોપમય હતું. અહીં કોઇ જ દયાનો અણસાર જોવા ના મળ્યો.
પણ જ્યારે બસ સાતમા સ્ટેશને પહોંચી, તો ડ્રાઇવર અંદરના અનાઉન્સમેન્ટ ટેલિફોન પર આવ્યો,
“સાંભળો દોસ્તો”, તેણે કહ્યું “હું જાણું છું આજે તમારો મુશ્કેલીસભરદિવસ રહ્યો છે અને તમે હતાશ થયોલા છો. ટ્રાફિક કે વાતાવરણ નો હલ મારા હાથમાં નથી હું એ કરી શકું એમ નથી પણ એક વાત જે હું કરી શકું એમ છું. તમારામાંથી જ્યારે પણ કોઇ સ્ટેશન આવતા બસમાંથી ઉતરે ત્યારે મારો હાથ તમારી સામે લંબાવીશ જ્યારે તમે મારી પાસેથી પસાર થાઓ ત્યારે તમારી મુશ્કેલીઓ મારા હાથની હથેળીમાં મુકી દેજો, બરાબર? તમારી સમસ્યાઓ રાત્રે તમારા પરિવાર પર થોપવા સાથે ના લઇ જશો.તેને મારી પાસે છોડીદો. મારો રસ્તો હડસન નદી થઇને જાય છે અને જયારે હું ડ્રાઇવ કરીને ત્યાં પહોંચીશ, અને બારી ખોલીને તમારી બધી સમસ્યાઓ ત્યાં પાણીમાં ફેંકી દઇશ, સારું લાગ્યું?” દરેક જણ હાસ્યમાં ફેરવાઇ ગયા. દરેક ચહેરાઓ અચંબિત આનંદથી ચમકવા લાગ્યા. લોકો કે જેઓ છેલ્લા કલાકો દરમિયાન એકબીજાનું અસ્તિત્વ જ ન હોવાનો ડોળ કરી રહ્યા હતા એ એકબીજા સામે હસીને જાણે કે પૂછી રહ્યા હતા, શું આ માણસ ગંભીર છે?
આગળના સ્ટેશનને વચન આપ્યા અનુસાર ડ્રાઇવરે તેનો હાથ લંબાવ્યો અને હથેલી પહોળી કરી. એક પછી એક બધા ઉતરી રહેલ મુસાફરોએ તેમનો હાથ ડ્રાઇવરના હાથ પર મુકીને તેની હથેળીમાં કંઇક મૂકતા હોય એવી નકલ કરવાની ચેષ્ટા કરી.
એમણે આવ્યું કર્યું એ બદલ કેટલાક હસી રહ્યા હતાં કેટલાક આંખો ભીની થઇ ગઇ- પણ દરેક જણે એ ક્રિયા કરી. ડ્રાઇવરે આગળના સ્ટેશને પણ આ સુંદર વિધિનું પુનરાવર્તન કર્યું અને આગળ જતા નદીના રસ્તા સુધી.
દોસ્તો, આપણે મુશ્કેલીઓથી ભરેલી દુનિયામાં જીવી રહ્યા છીએ. ક્યારેક માણસ બનવું ખૂબ જ કઠીન છે. ક્યારેક તમારો દિવસ ખરાબહોય છે. ક્યારેક તમારો દિવસ એવો ખરાબ હોય છે જેની અસર ઘણા વર્ષો સુધી યથાવત રહે છે. તમે સંઘર્ષ કરો છો અને નિષ્ફળતા મેળવો છો, તમે નોકરી, પૈસા, મિત્રો, શ્રધ્ધા અને પ્રેમ ગુમાવો છો. તમે સમાચારોમાં રહેલા ભયાનક પ્રસંગોના સાક્ષી બનો છો. તમે ભયભીત તઇ જાઓ છો અને પીછેહઠ કરો છો. ક્યારેક સમય આવે છે કે તમને બધું જ અંધકારના આવરણ તળે ઢંકાયેલું દેખાય છે. તમને સતત પ્રકાશની ઝંખના છે પણ જાણતા નથી ક્યાં શોધવો.
પણ તમે જ ખુદ પ્રકાશ બનો તો? જે અંધકારમય પરિસ્થિતિને જેની જરુર છે એ રોશનીના કર્તા તમેજ બનો તો? આ જ વાત જે ડ્રાઇવરે મને શીખવાડી-કે કોઇપણ ક્ષણે કોઇપણ વ્યક્તિ ખુદ પ્રકાશમય દિપક બની શકે છે. એ ડ્રાઇવર કંઇ મોટો શક્તિશાળી વ્યક્તિ નહોતો. તે કોઇ આધ્યાત્મિક ગુરુ નહોતો. તે કોઇ મિડિયા-સેવી પ્રભાવક નહોતો. તે સમાજના સૌથી ઓછા ધ્યાનમાં આવતા કાર્યકરોમાંનો એક ડ્રાઇવર હતો. પણ ખરી તાકાત તો તેની પાસે છે. અને તેણે અમારા લાભ માટે એ શક્તિનો સુંદર રીતે ઉપયોગ કર્યો.
જ્યારે જીંદગી ભયાવહ લાગે, અને દુનિયાના મુશ્કેલીપૂર્ણ ચહેરા સામે જ્યારે હું અસમર્થતા અનુભવું છું, હું એ વ્યક્તિ વિશે વિચારું છું અને મારી જાતને પછું છું. હું શું કરી શકું છું, અત્યારે, ખુદ પ્રકાશ બનવા? અલબત્ત હું એકલી વ્યક્તિગત રીતે બધા જ યુધ્ધનો અંત આણી શકું નહી, કે ગ્લોબલ વોર્મિંગને હલ કરી શકું નહી, કે કદરુપા લોકોને સંપૂર્ણ અલગ જ જીવમાં તબદીલ ના કરી શકું. હું ચોક્કસપણે ટ્રાફિકને કાબુમાં લાવી ન શકું. અમે ક્યારેય એકબીજા સાથે વાતો કરી નથી કે એકબીજાના નામ જાણતા નથી છતાં પણ મારા સંપર્કમાં આવેલ વ્યક્તિઓ પર મારો થોડો પણ પ્રભાવ પડે છે, આપણે કઇ રીતે વર્તન કરીએ છીએ એનો ફર્ક પડે છે કારણે કે માનવ સમાજમાં દરેક વસ્તુ ચેપીરીતે ફેલાઇ શકે એવું સંક્રામક છે-ઉદાસીપણું અને ગુસ્સો, હા, પણ સહનશીલતા અને ઉદારતા પણ. એનો મતલબ કે આપણી જાણ બહાર આપણો ઘણો પ્રભાવ પડે છે.
કંઇ જ ફર્ક નથી પડતો કે તણે કોણ છો, કે તમે ક્યાં છો, કે પછી ભલે ગમે તેટલી મુશ્કેલી ભરેલી તમારી પરિસ્થિતિ દેખાતી હોય, હું માનું છું કે તમે તમારી દુનિયાને રોશનીમય બનાવી શકો છો. હકીકતમાં, હું માનું છું કે આ જ એક રસ્તો છે જેનાથી દુનિયા પ્રકાશમય બની શકે.- એક કરેલ નજાકતભર્યું ઉજ્જવળ કાર્ય, નદી તરફના રસ્તા પર.
The Kind Gesture that Helps Elizabeth Gilbert Find the Light On Her Worst Days
When the world feels cold and dark and lonely, take heart: Anybody can make their corner of it brighter
Some years ago, I was stuck on a crosstown bus in New York City during
rush hour. Traffic was barely moving. The bus was filled with cold,
tired people who were deeply irritated—with one another; with the rainy,
sleety weather; with the world itself. Two men barked at each other
about a shove that might or might not have been intentional. A pregnant
woman got on, and nobody offered her a seat. Rage was in the air; no
mercy would be found here.
But as the bus approached Seventh Avenue, the driver got on the
intercom. "Folks," he said, "I know you've had a rough day and you're
frustrated. I can't do anything about the weather or traffic, but here's
what I can do. As each one of you gets off the bus, I will reach
out my hand to you. As you walk by, drop your troubles into the palm of
my hand, okay? Don't take your problems home to your families
tonight—just leave 'em with me. My route goes right by the Hudson River,
and when I drive by there later, I'll open the window and throw your
troubles in the water. Sound good?"
It was as if a spell had lifted. Everyone burst out laughing. Faces
gleamed with surprised delight. People who'd been pretending for the
past hour not to notice each other's existence were suddenly grinning at
each other like, is this guy serious?
Oh, he was serious.
At the next stop—just as promised—the driver reached out his hand, palm
up, and waited. One by one, all the exiting commuters placed their hand
just above his and mimed the gesture of dropping something into his
palm. Some people laughed as they did this, some teared up—but everyone
did it. The driver repeated the same lovely ritual at the next stop,
too. And the next. All the way to the river.
We live in a hard world, my friends. Sometimes it's extra difficult to
be a human being. Sometimes you have a bad day. Sometimes you have a bad
day that lasts for several years. You struggle and fail. You lose jobs,
money, friends, faith, and love. You witness horrible events unfolding
in the news, and you become fearful and withdrawn. There are times when
everything seems cloaked in darkness. You long for the light but don't
know where to find it.
But what if you are the light? What if you're the very agent of illumination that a dark situation begs for?
That's what this bus driver taught me—that anyone can be the light, at
any moment. This guy wasn't some big power player. He wasn't a spiritual
leader. He wasn't some media-savvy "influencer." He was a bus
driver—one of society's most invisible workers. But he possessed real
power, and he used it beautifully for our benefit.
When life feels especially grim, or when I feel particularly powerless
in the face of the world's troubles, I think of this man and ask myself,
What can I do, right now, to be the light? Of course, I can't
personally end all wars, or solve global warming, or transform vexing
people into entirely different creatures. I definitely can't control
traffic. But I do have some influence on everyone I brush up against,
even if we never speak or learn each other's name. How we behave matters
because within human society everything is contagious—sadness and
anger, yes, but also patience and generosity. Which means we all have
more influence than we realize.
No matter who you are, or where you are, or how mundane or tough your
situation may seem, I believe you can illuminate your world. In fact, I
believe this is the only way the world will ever be illuminated—one
bright act of grace at a time, all the way to the river